સહ-યજમાન મેક્સિકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુન 2026  |   2178


ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. આ સિઝનના પહેલા મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો સહ-યજમાન મેક્સિકો સાથે થયો હતો. મેક્સિકોએ દક્ષિણ આફ્રિકાને ૨-૦થી હરાવીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી હતી. બીજા મેચમાં દક્ષિણ કોરિયા અને ચેકિયા એકબીજા સાથે ટકરાયા હતા. કોરિયાએ ૨-૧થી જીત મેળવી હતી. દક્ષિણ કોરિયા અને મેક્સિકોએ શરૂઆતના દિવસે વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો હતો.દક્ષિણ, બંને ટીમો પ્રથમ હાફમાં શાનદાર રમી હતી. પ્રથમ હાફના અંતે કોઈપણ ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જાેકે, બીજા હાફમાં કુલ ત્રણ ગોલ થયા હતા અને દક્ષિણ કોરિયા જીતવામાં સફળ રહ્યું હતું. ચેકિયાએ ૫૯મી મિનિટે પોતાનો પહેલો ગોલ કરીને ૧-૦ની લીડ મેળવી હતી. લેડિસ્લાવ ક્રેજીએ ચેકિયા માટે પહેલો ગોલ કર્યો હતો.જાેકે, દક્ષિણ કોરિયાએ ત્યાંથી હાર માની ન હતી, ૬૭મી મિનિટે હોંગ ઇન-બીઓમે બરાબરી કરી હતી. ત્યારબાદ ઓહ હ્યોન-ગ્યુએ ૮૦મી મિનિટે દક્ષિણ કોરિયા માટે બીજાે ગોલ કરીને ૨-૧ની લીડ મેળવી હતી. ચેક ટીમ અંત સુધી આ લીડ ઘટાડી શકી ન હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ચેકિયાએ સતત દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેમની પાસે થોડી તકો હતી, પરંતુ દક્ષિણ કોરિયાના ગોલકીપરે બે ગોલ બચાવવા માટે શાનદાર પ્રયાસ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution