કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકની માગ : શિક્ષણમંત્રી રાજીનામું આપે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026  |   2376


‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ શુક્રવારે સોશિયલ મીડિયા પેજ બનાવ્યાના ૭ દિવસ પછી પહેલી ઓનલાઈન પિટિશન લઈને આવ્યા. જેમાં તેમણે નીટ ોપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી છે. દીપકેએ પર વીડિયો પોસ્ટ કર્યો. તેમણે કહ્યું- આજે આપણે એક પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી છે. તમે બધા લોકો વધુમાં વધુ આ પિટિશન પર સહી કરો. જેથી સિસ્ટમની ભૂલ પર સવાલ ઉઠી શકે. સૂર્યકાંતે ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને ‘કોકરોચ‘ કહ્યા હતા. ૧૬ મેના રોજ તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું- ‘મેં યુવાનોની ટીકા કરી ન હતી. મારા નિવેદનને ખોટી રીતે જાેવામાં આવ્યું.’ તે જ દિવસે અભિજીતેએ ‘કોકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પેજ બનાવ્યું.

બીજી તરફ, ‘કોકરોચ જનતા પાર્ટી’ પેજ ઇન્સ્ટાગ્રામ પર અચાનક લોકપ્રિય થતાં તેના સ્થાપક અભિજીત દીપકેના માતા-પિતા ખૂબ જ પરેશાન થઈ ગયા છે. તેમને ડર છે કે તેમનો દીકરો કોઈ મુસીબતમાં ફસાઈ શકે છે. તેની ધરપકડ પણ થઈ શકે છે. અભિજીતના માતા-પિતા અને અનિતા દીપકે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution