કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2020  |   3267

જામનગર,

સૌરાષ્ટ્રના પ્રથમ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહત્વનું છે કે, પૂર્વ કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વડોદરાની હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ કોંગ્રેસ પક્ષના અન્ય નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, ભરતસિંહ સોલંકીને જેટલા લોકો મળ્યા હતા. તે લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ઝપેટમાં આવી ગયા છે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મળેલા અન્ય ધારાસભ્યોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution