લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026 |
1683
સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને નવો વિવાદ ઊભો થયો છે. પ્રતિમા ઉપર રાષ્ટ્રધ્વજ કરતાં વધુ ઊંચાઈએ અન્ય ધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. પ્રતિમા ઉપર પૂર્ણ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા તેમજ અન્ય ધ્વજ સન્માનપૂર્વક ઉતારી લેવા માટે ૧૯ નવેમ્બરની રાત સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કીમ વિસ્તારમાં છેલ્લા પાંચથી છ વર્ષથી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જોકે, પ્રતિમા હટાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં મુખ્ય માગણીઓમાં કીમ વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવાનો ર્નિણય કે આદેશ કરવામાં આવ્યો હોય તો તેને તાત્કાલિક રદ કરવામાં આવે. રાષ્ટ્રધ્વજની ગરિમા અને રાષ્ટ્રીય ધ્વજ સંહિતાના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વિવિધ સમાજો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત જાતિવાદી અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓ સામે યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધવા માટે જણાવાયું છે.