નવી દિલ્હી

દેશમાં કોરોના ફરીથી એકવાર કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,23,354 લોકો રિકવર થયા જ્યારે 1,341 લોકોના આ દરમિયાન સંક્રમણથી મોત થઈ ગયા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે આ લેટેસ્ટ આંકડા જાહેર કર્યા.

નવાકેસો સાથે ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1,45,26,609 થઈ ગઈ છે જ્યારે મહામારીથી અત્યાર સુધી 1,26,71,220 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વર્તમાનમાં ભારતમાં કોરોનાના 16,79,740 સક્રિય કેસ છે જ્યારે અત્યાર સુધી 1,75,649 લોકો આ સંક્રમણથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોના પર કાબુ મેળવવા માટે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યુ છે. કોવિડ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 11,99,37,641 લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે.