ગુનેગારો દ્વારા ક્રિપ્ટોકરન્સીનો અનેક રીતે છેતરપિંડી માટે ઉપયોગ
11, સપ્ટેમ્બર 2024 નવી દિલ્હી   |   4059   |  


ક્રિપ્ટોકરન્સી સંબંધિત છેતરપિંડીના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા હ્લમ્ૈં ના રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ ૨૦૨૩ માં સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું હતું જે આશરે ૫.૬ અબજ ડૉલરની આસપાસ રહ્યું હતું. ૨૦૨૨ ની તુલનાએ આ આંકડો ૪૫ ટકા વધુ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફ્રોડની કેસની સંખ્યામાં ચાલુ વર્ષે મોટો વધારો નોંધાયો છે. આ યાદીમાં ભારત ૫માં ક્રમે છે જ્યાં ૮૪૦ વધુ ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સીથી કુલ નુકસાન ૪ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર ૨૪૪ ડૉલરનું (૪૦૦ કરોડ રૂપિયા) થયું હતું એટલે કે ભારત એ ટોપ-૧૦ દેશોમાં સામેલ છે જ્યાં ક્રિપ્ટોકરન્સીના કારણે સૌથી વધુ ફાયનાન્શિયલ નુકસાન થયું છે.

૨૦૨૨માં ક્રિપ્ટો માર્કેટમાં કડાકા બાદ ૨૦૨૩માં ટોકનની કિંમતોમાં ફરી વધારો દેખાયો અને તેનાથી સાઈબર ગુનેગારો ફરી આકર્ષાયા. ગત વર્ષે બિટકોઈનની વેલ્યૂ બમણી થયા બાદ આશરે ૩૫ ટકા વધી ગઇ હતી. એફબીઆઈના રિપોર્ટ મુજબ ગુનેગારો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અનેક રીતે છેતરપિંડી કરવા માટે કરે છે. જેમાં રોકાણ કરાવીને છેતરપિંડી કરવાના મામલા સૌથી વધુ રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution