નિસરાયાના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   1980

બોરસદ તાલુકાના નિસરાયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પંચાયત અધિનિયમ ના ભંગ કરી ગેરવહીવટ કરવા પર અગાઉ તાલુકા વિકાસ અધિકારીની નોટિસ નો શક્તિ પ્રદર્શનથી જવાબ પાઠવવા જનારની ઠેકડી ઉડાડી ઓપરેશન ગંગાજળ હેઠળ આણંદ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્મિતાબેન વિજયસિંહ રાજને સસ્પેન્ડ કરતાં ગ્રામ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યાનું જાણવા મળેલ છે.જે સાથે પ્રસંગોચિત રાજકીય નેતાઓ ની ઉપસ્થિતિમાં રંગારાગ કરતાં મહિલા સરપંચ પતિ કે જેઓ આણંદ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય હોય ની સસ્પેન્ડ ના હુકમ પર કીરકીરી થવા પામી ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર બોરસદ તાલુકાના નિસરાયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ગ્રામ પંચાયતમાં પતિ મહાશય ના અડિગા ના ઇશારે હોદ્દા નો દૂરૂપયોગ કરી ગ્રામ વિસ્તારના તળાવ ફરતે દબાણ કરી એનઆરઆઇ દાતાની પ્રતિમા સ્થાપિત કરવા ઉપરાંત પંચાયત હસ્તેની મિલકતનં ૭૧૧ વાળું જૂનું મકાન/વાડી વગર મંજૂરીએ તોડી તેના સરસામાનની ઉપજ રકમ પંચાયતમાં જમા ન કરી ઉચાપત કરી હોવા સહિત અન્ય મુદ્દે વિજય કાપડિયા દ્વારા અગાઉ બોરસદ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ દાદ માંગતા ટીડીઓ દ્વારા મહિલા સરપંચને નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કરતાં મહિલા સરપંચ સહિત તેમના પતિ શક્તિ પ્રદર્શન કરી જવાબ રજૂ કરતાં તેની ઠેકડી ઉડાડી સમગ્ર મામલો ટીડીઓની તપાસ બાદ જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ પહોંચતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા લાલ આંખ કરી ઓપરેશન ગંગાજળ હેઠળ નિસરાયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્મિતાબેન વિજયસિંહ રાજને સસ્પેન્ડ કરતાં ગ્રામ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.જાેકે ડીડીઓ દ્વારા ગત ૨૬મીના સુનાવણી પૂર્ણ થયા બાદ ર્નિણય વિલંબ થતાં સ્મિતાબેન ના પતિ વિજયસિંહ રાજ આણંદ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય હોય અને નિસરાયા ગામે સમયાંતરે રાજકીય નેતાઓ ને ઉપસ્થિત રાખી રંગારંગ કાર્યક્રમ ના આયોજન કરતાં હોય સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભંગાશે ની આશંકા વ્યક્ત થવા પામી હતી.પરંતુ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ ના હુકમ કરતાં રાજકીય નેતાઓ ની ઓથ છતાં થયેલ હુકમ પગલે પતિ વિજયસિંહ રાજની કીરકીરી થવા પામી હોવાની ચર્ચા સ્થાનિક ગ્રામ વિસ્તારમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

આણંદ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ નિસરાયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્મિતાબેન વિજયસિંહ રાજને ગ્રામ પંચાયતના ગેરવહીવટ ના કારણે સસ્પેન્ડ કરતાં છેલ્લા એક વર્ષથી મહિલા સરપંચ ના પતિ વિજયસિંહ રાજ દ્વારા એનઆરઆઇ દાતાના દાનથી નિસરાયા ગામે સુવિધાઓ ઉપલબ્ધ કરી રાજકીય નેતાઓ ને આમંત્રિત કરી વાહવાહી મેળવવા સાથે આ સમય દરમ્યાન સ્થાનિક ગ્રામજનોને ધાર્મિક યાત્રાના આયોજન પણ કરી આગામી વિધાનસભા જંગ માટે ટિકિટ મેળવવા ના ગોઠવેલ તખ્તા પર પત્ની મહિલા સરપંચ સસ્પેન્ડ થતાં પાણી ફેરવાયા સાથે પ્રશ્નાર્થ સર્જાવા પામ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution