ભારતના જહાજાે પર ઘાતક હુમલા વાજબી નથી માર્કો રુબિયોને એસ. જયશંકરનો કડક સંદેશ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   3069

ઓમાન નજીક એક જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા જવાનો વિવાદ વધુ વકર્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી હતી અને ઈરાનની દરિયાઈ નાકાબંધી લાગુ કરવાનો પ્રયાસ કરી રહેલી યુએસ નેવી દ્વારા કોમર્શિયલ (વ્યાપારી) જહાજાે પર કરવામાં આવી રહેલા હુમલા સામે ભારતનો ભારે વિરોધ પ્રગટ કર્યો હતો.

દ્વિપક્ષીય મુલાકાત માટે ફિનલેન્ડ ગયેલા જયશંકરે માર્કો રુબિયોને એવા સમયે ફોન કર્યો હતો, જ્યારે તેના ગણતરીના કલાકો પહેલા જ ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાઓ અંગે ૪૮ કલાકથી ઓછા સમયમાં બીજી વખત અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને સમન્સ પાઠવી હાજર થવા જણાવ્યું હતું.


 ૩ ભારતીયોનો ભોગ તમે લીધો અને આરોપ અમારા પર?:ઈરાનનો જવાબ

હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજાે પર હુમલો થવાની ઘટના અંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે આપેલા નિવેદનથી ઈરાન ભડકી ગયું છે. ટ્રમ્પે જહાજાે પર હુમલા મામલે ઈરાનનો જવાબદાર ઠેરવ્યું હતું, ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેહરાને ઓમાનની ખાડીમાં એક ભારતીય જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાને ટ્રમ્પના આ આક્ષેપોને નકારી દીધા છે.


 ઓમાનના દરિયામાં હુમલો થયો હતો; જીવતી મિસાઈલ સાથે ઑઈલ ટેન્કર ભારત પહોંચ્યું! 

ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહથી કોચી આવેલા એક ઓઇલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે બહાર કાઢીને મોટો દરિયાઈ અકસ્માત ટાળી દીધો છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ૨૬ મેના રોજ ઓમાનના દરિયાકિનારે એમટી ઓલિમ્પિક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. હુમલા બાદ મિસાઈલનું વોરહેડ ફાટ્યું નહીં, પરંતુ ટેન્કરના બહારના ભાગને ભેદીને ફ્યુઅલ ટેન્કમાં ફસાઈ ગયું. ટેન્કર અરબી સમુદ્રમાં ૨,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરીને કોચી પહોંચ્યું. ત્યારબાદ ભારતીય નૌકાદળે હાઈ-રિસ્ક ઓપરેશન ચલાવીને મિસાઈલ વોરહેડને બહાર કાઢ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution