રિપોર્ટ્સ અનુસાર આ એક્ટર્સ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં એકબીજાની સાથે રોમાન્સ કરતા જોવા મળશે. એક સોર્સે જણાવ્યું હતું કે, 'દીપિકાએ યશરાજ ફિલ્મ્સની એક બિગ ફિલ્મ માટે તેની તારીખો ફાળવી છે.

દીપિકા પાદુકોણે 'ઓમ શાંતિ ઓમ'માં શાહરુખ ખાનની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તેણે 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' જેવી ફિલ્મ્સમાં શાહરુખની સાથે ફરી કામ કર્યું હતું. સિદ્ધાર્થ આનંદની બિગ એક્શન ફિલ્મમાં તે શાહરુખની સાથે મોટા ભાગે રોમાન્સ કરતી જોવા મળશે.

આ પ્રોડક્શન હાઉસની આ એક્ટ્રેસની સાથે આ ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે, પરંતુ તેણે હજી કોન્ટ્રેક્ટ સાઇન કર્યો નથી.'દીપિકાને સ્ક્રિપ્ટ ગમી ગઈ છે. આ ફિલ્મમાં ફીમેલ લીડ માટે પણ પાવરફુલ રોલ છે.' આ બિગ પ્રોજેક્ટની યશરાજ ફિલ્મ્સના 50 વર્ષના ગ્રાન્ડ સેલિબ્રેશન્સ ખાતે જાહેરાત કરવાની હતી.