વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા બદલ દિલ્હી હાઈકોર્ટે WFIને ફટકાર લગાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026  |   2277


દિલ્હી હાઈકોર્ટે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના ર્નિણય બદલ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે દેશમાં માતૃત્વનું સન્માન કરવામાં આવે છે અને દિલ્હી હાઈકોર્ટે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના ર્નિણય બદલ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે દેશમાં માતૃત્વનું સન્માન કરવામાં આવે છે અનદ્વારા તેના જૂના પસંદગી માપદંડોથી દૂર થવું ઘણું બધું કહી જાય છે.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે વિનેશ, જે પ્રસૂતિ વિરામથી પરત ફરી રહી છે, તેનું મૂલ્યાંકન કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે અને આગામી એશિયન ગેમ્સ માટે પસંદગી ટ્રાયલ્સમાં તેની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.નોંધનીય છે કે WFI એ વિનેશને “કારણ બતાવો નોટિસ“ જારી કરી હતી, જેમાં તેના પર અનુશાસનહીનતા અને ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ચાર પ્રશ્નોના જવાબો માંગવામાં આવ્યા હતા. WFI એ વિનેશને ૨૬ જૂન, ૨૦૨૬ સુધી કોઈપણ સ્થાનિક સ્પર્ધામાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.WFIના આ ર્નિણયને કારણે, વિનેશ નેશનલ ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહીં. વિનેશે ટ્રાયલ યોજવાની પરવાનગી મેળવવા માટે ઉહ્લૈં નો સંપર્ક કર્યો, પરંતુ તેની અપીલને અવગણવામાં આવી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution