લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026 |
2574
ડીજે તરીકે કામ કરતાં યુવકે સોશિયલ મીડિયાના તામજામથી ડિંડોલીની કિશોરીને આંજી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ થકી થયેલી મિત્રતા ઇન્સ્ટન્ટ લવ અને પછી સેક્સ સુધી પહોંચી ગઇ હતી. ત્રણ મહિના સુધી અવારનવાર કિશોરીનાં ઘરે જઇ શરીર સંબંધ બાંધવાને કારણે તેણી ગર્ભવતી બની ગઇ હતી. નવ અઠવાડિયાની ગર્ભાવસ્થાને કારણે શારીરિક તકલીફો શરૂ થતાં મામલો બહાર આવ્યો અને પોલીસ સુધી પહોંચ્યો હતો. નવાગામ વિસ્તારમાં ઉત્તર ભારતીય પટેલ પરિવાર રહે છે. આ પરિવારમાં ૧૬ વર્ષની દીકરી સુહાની ( નામ બદલ્યું છે) છે. સુહાનીને લિંબાયત, નીલગીરી વિસ્તારની શ્રી કૃપા સોસાયટીમાં રહેતાં રાજન ઉર્ફે રાજા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી. ડીજે તરીકે કામ કરતાં રાજને સોશિયલ મીડિયા ઉપરનાં પોતાના તામજામથી કિશોરીને આંજી દીધી હતી. તેઓ વચ્ચેની આ ઇન્સ્ટા ફ્રેન્ડશીપ ઇન્સ્ટન્ટ લવ અફેરમાં પરિણમી હતી. ઓનલાઈન ચેટિંગ બાદ શરૂ થયેલી મુલાકાતોમાં રાજને આ કિશોરીને કહ્યામાં કરી દીધી હતી.
સુહાની ડીજે રાજન રાજાથી એટલી પ્રભાવિત થઇ ગઇ હતી કે પોતાના ઘરે કોઇ ના હોય ત્યારે તેને બોલાવવા માંડી હતી. કિશોરીની પરિપક્વતા કહો કે સારા નરસાની સમજણનાં અભાવનો રાજને ભરપુર ગેરલાભ ઉઠાવવા માંડ્યો હતો. તે કિશોરીને જાતીય આવેગમાં તાણી હવસ સંતોષવા માંડ્યો હતો. અવાર નવાર શરીર સંબંધોના પગલે કિશોરેને ગર્ભ રહી ગયો હતો. તેણીએ આ વાત ઘરે કોઇને કરી ન હતી.
જો કે, આઠમા નવમાં અઠવાડિયે તેણીને ગર્ભાવસ્થા અનુરૂપ શારીરિક તકલીફો શરૂ થઈ હતી. જેના કારણે પરિવારના ધ્યાને આ વાત ગઇ હતી. ડોક્ટર પાસે કરાવેયાલી તપાસમાં નવ મહિનાની ગર્ભાવસ્થા કન્ફર્મ થઇ હતી. બાદમાં કરાયેલી પૂછપરછમાં કિશોરીએ રાજન રાજા સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો હતો. દીકરી સગીરવયની હોવાથી માતા-પિતા પોલીસમાં પહોંચ્યા અને તેનું જાતીય શોષણ કરી ગર્ભવતી બનાવી દેનાર રાજન શિવકુમાર રાય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.