લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
2277
ગોડદારામાં મહાદેવ નગર પાછળ ગાયત્રી નગરમાં રેહતાં સંગ્રામ મેલાભાઈ ભરવાડને તેના મિત્ર ઉદય થકી વર્ષા પાંડે નામની છોકરી સાથે સંપર્ક થયો હતો. નિયોલ પાસે અંબાબા કોલેજમા ભણતી વર્ષાને ત્યાં દેવ સોલંકી નામના છોકરા સાથે મિત્રતા થઇ હતી. વર્ષા આ દેવ સાથે ફોન પર વાતો કરતી હોવાથી સંગ્રામને માઠું લાગ્યું હતું, તેણે આ બંને સાથે ઝધડો પણ કર્યો હતો.
દરમિયાન ૧૦મી માર્ચ ૨૦૨૪ના રોજ સાડા અગિયારેક વાગ્યે સંગ્રામ તેના મિત્ર મિત વર્મા સાથે નિયોલ અંબાબા કોલેજમાં અભ્યાસ કરતા માસીના દિકરા વિપુલને મળવા ગયો હતો. એ સમયે દેવ સોલંકી અને તેનો મિત્ર જાેગો દેખાતાં સંગ્રામે તેને બોલાવ્યા હતાં. સંગ્રામે માથાકૂટ કરી પરંતુ દેવના મિત્ર જાેગાએ કમરમાંથી તમંચો કાઢતાં તેમણે ભાગવું પડ્યું હતું. ત્યારબાદ સાડા બારેક વાગ્યાની આસપાસ જાેગાએ સંગ્રામને કોલ કરી ભરત કેન્સર હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. સંગ્રામ તેના નાના ભાઇ ગોપાલ તથા મારા મિત્રો મુકેશ આહીરે, બાબુલાલ, સોનુ એમ પાંચ જણા લોખંડના પાઇપ અને લાકડાના ફટકા લઇ સ્વીફ્ટમાં અને બીજા બે મિત્ર મિત વર્મા તથા અમિત ક્રિષ્નાભાઇ શુક્લા મોટર સાયકલ પર ત્યાં પહોંચ્યા હતાં.
ભરત કેન્સર હોસ્પિટલના ગેટ પાસે ઉભા રહેલા દેવ સોલંકી તેના મિત્રો જાેગા અને સુરેશ સાથે સંગ્રામ ગેંગને મારામારી થઇ હતી. જેમા જાેગાએ તમંચો કાઢી ફાયરિંગ કરતાં સંગ્રામ અને તેના મિત્રો ભાગી ગયા હતાં. આ હુમલામાં સંગ્રામના ભાઈ ગોપાલને માથામાં ઇજા પહોંચી હતી. સંગ્રામે આપેલી ફરિયાદના આધારે સારોલી પોલીસે ગુનો નોંધી દેવાંશુ સિંહ ઉર્ફે દેવ શ્યામ સિંહ સોલંકી (રહે, સરિતા વિહાર સોસાયટી, આઈ માતા ચોક, પુણા) અને પછી અન્યોની ધરપકડ કરી હતી. આ કેસમાં સુરેશ છાબા ફરાર થઇ ગયો હતો. ત્રણ વર્ષથી નાસતા ફરતા સુરેશ હરીરામ છાબા (વતન- જાટ કોલોની, નાગોર પોલીસ લાઈનની પાછળ, નાગોર શહેર, રાજસ્થાન) ને ક્રાઇમ બ્રાન્ચ ભુવનેશ્વરથી શોધી લાવી છે. સુરેશ ૨૦૨૮માં રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જાેડાયો હતો. જાે કે, સતત ગેરહાજરી અને ગેરવર્તણુંકના કારણે તેને ૨૦૨૦માં ફરજમાંથી બરતરફ કરી દેવાયો હતો.