સાંસદોની નારાજગીથી ઠાકરે જૂથ સામે અસ્તિત્વનું સંકટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026  |   1881


શિવસેના માં એકાએક સર્જાયેલા રાજકીય ભૂકંપમાં ઉદ્ધવ ઠાકરેના છ લોકસભા સાંસદો પક્ષથી અલગ થવાની અણી પર છે. આ બળવા પાછળનું મુખ્ય કારણ ૨૦ વર્ષ જૂના હાઈ-પ્રોફાઈલ પવનરાજે નિમ્બાલકર હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીથી દૂર રહેલા આ છ સાંસદોએ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિંદે જૂથમાં જાેડાવાના સંકેત આપતા ઠાકરેની મુશ્કેલીઓ વધી ગઈ છે.વર્ષ ૨૦૦૬માં કોંગ્રેસ નેતા પવનરાજે નિમ્બાલકરની હત્યાના કેસમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી પદ્મસિંહ પાટીલ મુખ્ય આરોપી હતા. આ કેસ માત્ર રાજકીય નહીં પણ સહકારી ક્ષેત્રની વ્યવસાયિક હરીફાઈ સાથે જાેડાયેલો હતો. હવે, કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને મુક્ત કરતા, સાંસદ ઓમરાજે નિમ્બાલકરે આ ર્નિણયને આઘાતજનક ગણાવ્યો છે. નિમ્બાલકરનું માનવું છે કે, તેમની રાજકીય લડાઈ અને પિતાના હત્યારાઓ સામેના ન્યાય માટે તેમને સરકારી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમને મજબૂરીમાં પક્ષ બદલવાનો ર્નિણય લેવો પડી રહ્યો છે.બળવાના આ વહેણ વચ્ચે શિવસેના એ આક્રમક વલણ અપનાવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution