લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026 |
1485
ફાફ ડુ પ્લેસિસ હવે ૪૧ વર્ષથી વધુ ઉંમરનો છે, પરંતુ તેની ઉર્જા કોઈપણ યુવા ખેલાડી કરતા વધુ છે. તેણે ઘણા વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે ટી ૨૦ લીગમાં રમવાનું ચાલુ રાખે છે. દરમિયાન, મેજર લીગ ક્રિકેટ (એમએલસી) ની પહેલી જ મેચમાં, ડુ પ્લેસિસે બીજી સદી ફટકારી. આ કોઈ સામાન્ય સદી નહોતી. તેણે આ ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો. ડુ પ્લેસિસની સદીને કારણે, તેની ટીમે ૨૨૧ રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો.એમએલસી ૨૦૨૬ ની શરૂઆત ધમાકેદાર રીતે થઈ. પ્રથમ મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સનો મુકાબલો સિએટલ ઓર્કાસ સામે થયો. સિએટલ ઓર્કાસે પ્રથમ બેટિંગ કરી. ઓપનર ટિમ સેફર્ટે શાનદાર સદી ફટકારી. તેણે ૬૬ બોલમાં ૧૦૪ રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. સિએટલ ઓર્કાસે ૨૦ ઓવરમાં ૨૨૦ રનનો જંગી સ્કોર બનાવ્યો. એક સમયે, એવું લાગતું હતું કે ટેક્સાસ સુપર કિંગ્સ આ લક્ષ્યાંક હાંસલ કરી શકશે નહીં, પરંતુ તેમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આક્રમક રીતે ઇનિંગ શરૂ કરી.ટેક્સાસ સુપર કિંગ્સ માટે ઇનિંગની શરૂઆત કરનાર સથેજા મુક્કલમ પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થઈ ગયા. જાેકે, બીજા છેડે ડુ પ્લેસિસે ટકી રહી અને પોતાની પ્રભાવશાળી બેટિંગ ચાલુ રાખી. રિલે રુસોએ ૨૧ બોલમાં ૪૯ રન બનાવ્યા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૨૦૦ થી વધુના સ્ટ્રાઇક રેટથી માત્ર ૪૫ બોલમાં સદી ફટકારી.