નકલી પીએસઆઈનો કાંડ : નરોડાની યુવતી સાથે મેટ્રિમોનિયલ સાઈટ ઉપર ૧.૭૪ લાખ ખંખેર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026  |   1980

શહેરના નરોડા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રેમજાળમાં ફસાવી, નકલી પોલીસ અધિકારી બની લાખોની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી યુવતી પાસેથી કુલ રૂ. ૧,૭૪,૦૦૦/- ની રકમ પડાવી લીધી હતી. જીવનસાથી ડોટ કોમ પર સંપર્ક અને બનાવટી ઓળખ નરોડાની જ્યોતિ રેસીડેન્સીમાં રહેતી અને ખાનગી કંપનીમાં રિલેશનશિપ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી યુવતીની ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬માં તેનો સંપર્ક ‘જીવનસાથી ડોટ કોમ‘ પર રોકી પંચાલ નામના શખ્સ સાથે થયો હતો. રોકીએ પોતાનો પોલીસ યુનિફોર્મ વાળો ફોટો બતાવી પોતે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર હોવાનું અને ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.વિવિધ બહાને નાણાંની માંગણી બંને વચ્ચે વાતચીત વધતા, રોકીએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ‘અર્જન્ટ જરૂરિયાત’ હોવાનું કહી ટુકડે-ટુકડે રૂ. ૫૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીએ પોતાનો ફોન બગડી ગયો હોવાનું કહી યુવતી પાસે રૂ. ૩૨,૦૦૦નો નવો ઓપ્પો મોબાઈલ ખરીદાવ્યો હતો, જેનું પેમેન્ટ યુવતીએ કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૦૪, ૨૦૫ અને ૩૧૯(૨) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution