ખેડૂતોને ફક્ત ૩૦% જ્યારે છુટક તથા હોલસેલર વેપારીને ૬૫% વળતરમળે છે
05, ઓક્ટોબર 2024 3960   |  

નવી દિલ્હી: ભારતના રસોઈઘરમાં સૌથી વધુ વપરાતા ટામેટાં, ડુંગળી અને બટાકાના છૂટક વેચાણ ભાવના ત્રીજા ભાગના નાણાં હુંગળી અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને મળે છે તેમાં હોલસેલર અને છૂટક વેપારીઓ જ મોટો હિસ્સો કમાઈ રહ્યા છે, એમ રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરીઝમાં જણાવવામાં આવ્યું છે. ટામેટાના છૂટક ભાવના ૩૩ ટકા, ડુંગળીમાં ૩૬ ટકા અને બટાકામાં ૩૭ ટકા નાણાં ખેડૂતોના હિસ્સામાં આવે છે.

કૃષિ ઉત્પન્ન બજારના જાણકાર જાણકાર સૂત્રો કહે છે કે, એપીએમસીના વેપારીઓ કાર્ટેલ રચીને સારામાં સારી ખેત ઉપજના નિશ્ચિત કિંમત ઉપરના ભાવ ખેડૂતોને મળવા દેતા જ નથી. જૂના જમાનામાં સફેદ રૂમાલની પાછળ આંગળીઓ લડાવીને તેઓ ભાવ નક્કી કરી દેતા હતા તેમાંય છેતરપિંડી જ હતી. આમ મહેનત કરનાર ખેડૂતને છ મહિનાની મહેનત પછીય યોગ્ય વળતર મળતું નથી. તેની સામે એપીએમસીના વેપારીઓ છ કલાકમાં મબલખ કમાણી કરી લે છે.રિઝર્વ બેન્કના અહેવાલ અનુસાર,ખેતઉપજની વેલ્યુ ચેઈનમાં સુધારો લાવવા માટે માર્કેટિંગ રિફોર્મ કરવા જરૂરી છે. તેમ જ ખેત ઉપજનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને વધુ સંગીન બનાવવી તથા ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો પણ એટલો જ જરૂરી છે. આ ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના માધ્યમથી ઉપજના પ્રમાણમાં વધારો કરવી જરૂરી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution