/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બોડેલી પંથકમાં વરસાદથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા

બોડેલી :  છોટાઉદેપુર જિલ્લા સહીત રાજ્યમાં છેલ્લા ૨૨ દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના મુખ્ય પાકોમાં નુકશાન થવા પામ્યું છે. બાગાયત ખેતીમાં કેળના પાકનું વાવેતર જબુગામ, માંકણી, સંખેડા, ટીમ્બા, ભાટપુર, કોસીંદ્રા,ચલામલી, નવાટિમ્બરવા,મોડાસર, ચાચક જેવા ગામોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. 

 ચોમાસાની ઋતુમાં ગતવર્ષથી વરસાદે માઝા મૂકી છે ત્યારથી બાગાયતી પાકોમાં સતત વરસાદથી ફુગજન્ય રોગોએ દરેક પાકમાં મોટા પ્રમાણમાં માથું ઉચકતા પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. કેળના પાકમાં ફુગજન્ય રોગ સીકાટોંકાથી જમીન મારફતે થડ સુધી અને થડથી ઉપર પાન ,ફળ સુધી પહોંચતા અકાળે પાન અને ફળ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ પાકી જવાથી બઝારમાં તેનું વેચાણ થઇ શકતું ન હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે ખેતી વિષય નિષ્ણાતો આ સીકાટોંકા રોગ વિષે સાવચેતી અંગે જણાવતા કહી રહ્યા છે કે જે કેળના પાકમાં આ રોગ દેખાય તો પાનને કપાવી ખેતરની બહાર દૂર ફેંકી ખેતરમાં સફાઈ કરાવવી જોઈએ કેમ કે આ રોગ સતત પાણી ભરાવવાથી જમીનમાં ફુગજન્ય રોગોનો એટેક વધી જાય છે આ રોગ હવાથી ફેલાતો હોવાથી આજુબાજુમાં બીજા પાકોને પણ અંશતઃ અસર કરે છે તેથી જમીનમાં યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ,પાકમાં પિયત ન આપવા આ રોગ સમય દરમિયાન ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ સાથે સાથે પાકમાં ફુગજન્ય દવાઓનો પ્રમાણસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું આમ ખેડૂતોએ મહામહેનતે પકવેલ પાકનો કોળિયો મોં માં આવતા પહેલા જ છીનવાઈ ગયો છે કેળના પાકમાં ફળ બેસવાના સમયે સીકાટોંકા રોગ આવતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે આમ ચલામલી પંથકમાં કેળમાં સીકાટોંકા રોગથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution