લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
1980
આગામી સમયમાં શરૂ થઈ રહેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ અંતર્ગત હવે અમદાવાદના જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે રહેણાંક વિસ્તારોમાં આડેધડ ફીડિંગ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાે કોઈ નિયમનો ભંગ કરશે તો પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદને વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ૩૦૦ જેટલા ચોક્કસ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી નાગરિકો માત્ર આ નિયત કરેલા સ્થળો પર જ શ્વાન કે પક્ષીઓને ખવડાવી શકશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, પક્ષીઓ અને શ્વાન માટે અલગ-અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. શ્વાન માટે ૧૫૧ સ્પોટ નક્કી કરાયા. જ્યારે પક્ષીઓ માટે ૧૪૫ સ્પોટ નક્કી કરાયા. તમને જણાવી દઈએ કે અગાઉ શહેરના ૪૮ વોર્ડમાં રખડતા શ્વાન માટે ૧૨૯ સ્પોટ નક્કી હતા, પરંતુ ડોગ લવર્સની માંગણીને ધ્યાનમાં રાખીને તેમાં વધુ ૧૨૫ સ્પોટનો ઉમેરો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સીએનસીડી (ઝ્રદ્ગઝ્રડ્ઢ) વિભાગના જણાવ્યા અનુસાર, આ જાહેર કરાયેલા સ્પોટ પર સ્પેશિયલ ‘ડોગ ફીડિંગ‘ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર રસ્તા પર પક્ષીઓને ચણ નાંખવાના સ્પોટનું કડક મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને તેની સંખ્યામાં મોટો ઘટાડો કરાયો છે. હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં માત્ર ૫ સ્પોટ પર જ બર્ડ ફીડિંગની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનને આધારે આ ર્નિણય લેવાયો છે. આડેધડ ફીડિંગ કરાવવાને કારણે શહેરમાં બે મુખ્ય સમસ્યાઓ સર્જાતી હતી. જેમાં જાહેર સ્થળો, ફૂટપાથ અને રસ્તાઓ પર ખોરાક વેરાવવાથી સ્વચ્છતા જાેખમાતી હતી. રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખવડાવવાના કારણે શ્વાનો અંદરોઅંદર લડતા હતા, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓની પાછળ દોડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હતો. નાગરિકોની સુવિધા માટે એએમસી દ્વારા મોટાભાગે સ્મશાનગૃહ, પમ્પિંગ સ્ટેશન અને ધાર્મિક સ્થળોની આસપાસની જગ્યાઓ નક્કી કરાઈ છે, જેની વાત કરીએ તો પૂર્વ અને ઉત્તર ઝોનમાં વિરાટનગર સ્વામીનારાયણ મંદિર, નરોડા સ્મશાન અને છ પાર્કિંગ પ્લોટ, ભીડભંજન હનુમાન મંદિર (બાપુનગર), નિકોલ ક્રિસ્ટલ પેલેસ એરિયાનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ઝોનમાં દાદા હરીની વાવ (અસારવા), પ્રેમ દરવાજા, દૂધેશ્વર અને ગોમતીપુર સ્મશાનગૃહ, વસ્ત્રાલ સ્મશાનગૃહ, કેટલ પોન્ડ, હાટકેશ્વર અને રામોલ સ્મશાનગૃહ. અને પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા વોટર-ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ઇસ્કોન મંદિર, માનવ મંદિર, સાંઇબાબા મંદિર, મણિનગર સ્વામીનારાયણ મંદિર અને મદ્રાસી મંદિરની આસપાસના નિયત વિસ્તારોનો સમાવેશ થાય છે.