/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સલમાનખાનના બે ભાઈઓ સામે FIR,આ છે કારણ

મુંબઇ

કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે જ્યારે મકરસંક્રાંતિ જેવા તહેવારો પર સામાન્ય જનતાને કડક અમલવારી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે નેતાઓ છડેચોક આ ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. માત્ર નેતાઓ નહિં આ શ્રેણીમાં હવે અભિનેતાઓ પણ આવી ગયા છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતાઓ વિરુદ્ધ કાર્યવાહી આજ કરવાનું કામ કરી અને આવરદાયક કામ કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતા અરબાઝ ખાનઅને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરી છે. કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં આ બંને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાનની સામે FIR નોંધી છે. 

આ લોકો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ખોટી જાણકારી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરે UAEથી મુંબઈ પરત ફર્યા હતા. તેઓએ મુંબઈ મહાનગરપાલિકાને શપથપત્ર આપ્યું હતું કે તે પોતે તાજ હોટેલમાં ક્વોરન્ટાઈન રહેશે. પણ તાજ હોટેલમાં ક્વોરન્ટાઈન રહેવાને બદલે તેઓ બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરે જતાં રહ્યા હતા. તાજેતરમાં જ બ્રિટેનમાં મળેલાં નવા કોરોના વાયરસના સ્ટ્રેનના પ્રકોપને કારણે UK અને UAEથી યાત્રીઓને કાનૂન દ્વારા સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરિયડમાં રહેવાનો આદેશ કર્યો છે. જે અનુસાર સોહેલ અને અરબાઝે તાજ લેન્ડમાં બુકિંગ કરાવ્યું હતું. જ્યારે નગર નિગમે 26 ડિસેમ્બરે હોટેલમાં જઈને તપાસ કરી તો સામે આવ્યું કે ત્રણેય જણાં ત્યાંથી રૂમ ખાલી કરીને જતા રહ્યા છે. 

આ મામલે ખાર પોલિસ સ્ટેશનમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા FIR નોંધાવવામાં આવી છે. હવે આ ત્રણેયને રિચર્ડસન એન્ડ ક્રૂડસના ક્વોરન્ટાઈન સેન્ટર લઈ જવામાં આવશે. જ્યાં તેઓને 9 જાન્યુઆરી સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે, અરબાજ, સોહેલ અને નિર્વાનના કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution