પ્રથમ કેસ : ડિજિટલ અરેસ્ટ કેસમાં  ૯ લોકોને જનમટીપની સજા ફટકારાઈ
19, જુલાઈ 2025 3366   |  


કોલકાતા, એક કેસમાં પશ્ચિમ બંગાળવની કોર્ટે પહેલીવાર ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ૯ આરોપીને દોષિત સાબિત કરીને ઉંમર કેદની સજા ફટકારી છે. આ ચુકાદો પશ્ચિમ બંગાળના નદિયાની કલ્યાણી કોર્ટે આપ્યો હતો. ૯ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એડિ.સેશન્સ જજે સજા સંભળાવી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બિવાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં આ પહેલી સજા છે. ટ્રાયલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે શરૂ થઈ હતી અને માત્ર સાડા ચાર મહિનામાં પૂર્ણ થઈ હતી. ઘટનાના આઠ મહિનામાં સમગ્ર ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આ કેસ ૬ નવેમ્બર ૨૦૨૪નો છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ પાર્થ કુમાર મુખર્જી, જે એક નિવૃત્ત વિજ્ઞાની છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મને એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હેમરાજ કોલી તરીકે ઓળખાવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, હું કોઈ નાણાંકીય કૌભાંડમાં આરોપી છે અને કેટલાક દસ્તાવેજાે પણ મોકલ્યા. આરોપીએ મને ધમકી આપી હતી કે જાે તે જે કહે છે તેનું તેમનું પાલન નહીં કરું તો મને અમે મારી પત્નીની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદમાં જણાવાયું હતું કે, કોલ કરનારે તેને કોલ ડિસ્કનેક્ટ ન કરવાનો આદેશ આપ્યો અને ડિજિટલ એરેસ્ટના નામે તેને અલગ અલગ બેન્ક ખાતામાં કુલ ૧ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું. સાયબર ક્રાઇમ પોલીસે કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, કોલ કંબોડિયાથી કરવામાં આવ્યો હતો અને વોટ્સએપ નંબર ભારતમાં જારી કરાયેલા સિમ કાર્ડમાંથી રજિસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ કંબોડિયામાં રહેતા હતા અને હિન્દી અને બંગાળી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા. ૯ આરોપીઓમાં ૭ના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, આ આરોપીઓએ દેશભરમાં ૧૦૮ લોકો સાથે આવી જ છેતરપિંડી કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution