ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ઃ ડૉ જીવરાજ મહેતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, નવેમ્બર 2024  |   અસ્મિતા માવપૂરી   |   91575

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જન્મેલા ડૉ જીવરાજ મહેતાએ ભારતના રાજકારણમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ ઝમકબા હતું. તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. અને તેમનામાં ક્રાંતિકારી વિચારો પણ ખીલેલા હતા. એક વિદ્યાર્થી તરીકે તેઓ ખૂબ જ હોશિયાર હતા. આર્થિક રીતે તેમનો પરિવાર ખૂબ જ નબળો હતો. છતાંય તેમને હિંમત રાખી ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. ભણવાનો ખર્ચ કાઢવા માટે તેમને ટ્યુશન લેવાનું શરૂ કર્યું. શિષ્યવૃતિઓ મેળવી. ડોકટર બન્યા હતા. તેમની ડોકટર તરીકેની કારકિર્દી એટલી હદે ઉજવળ બની ગઈ હતી કે તેઓ રાષ્ટ્રપિતા ગાંધીજીના અંગત ડોકટર તરીકે સેવા આપી હતી.

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે દેશના ભાગલા પણ પડી રહ્યા હતા. તે સમયે કોમવાદનો ભોગ બનેલા અનેક નિર્વાસિત પાકિસ્તાનથી ભારત તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની તંદુરસ્તીને લગતા ઘણા પ્રશ્નોનો સામનો જીવરાજ મહેતાએ કર્યો હતો.

તેમણે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. તેમણે સ્થિર અને દક્ષતા પૂર્વક રાજ્યનું અર્થતંત્ર મજબૂત બનાવ્યું હતું. તેમની કાર્યશૈલીના કારણે મળતી સફળતાના પરિણામે તેઓ લોકપ્રિય નેતા બની ગયા હતા.

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૨૧માં ડૉ મહેતા વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જાેડાયા હતા.

ડો. જીવરાજ મહેતા મેડિકલ શિક્ષણના પ્રાણ હતા. તે ક્ષેત્રમાં પણ તેમને રાત - દિવસ જાેયા વગર પોતાની ફરજ બજાવી હતી. તેઓ સંસ્થાના ઘડતર અને સંચાલનમાં હંમેશા શિસ્તનો આગ્રહ રાખતા હતા. તેમનો સ્વભાવ કોમળ અને પ્રેમાળ હતો. તેમના ચાહકો અને મિત્રોની સંખ્યા ખૂબ જ મોટી હતી. તેમના નામે અમદાવાદમાં "ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ" પણ શરૂ કરવામાં આવી છે. તે તેમને અપાયેલ ભવિષ્ય અંજલિ છે. તેઓ લગભગ ૯૧ વર્ષ જીવ્યા હતા.

મિત્રો, દરેકના જીવનમાં કઠિન સમય તો આવતો જ હોય છે. પણ એ કઠિન સમયને હરાવી આપણે જાતે જ આપણું જીવન સરળ બનવાનું છે. અત્યારના સમયમાં પણ જીવરાજ મહેતાની જેમ ઘણા વિદ્યાર્થીઓ છે, જેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પોતાના સપના સાકાર કરી શકતા નથી. અને હિંમત હારી જાય છે. તેવા વિદ્યાર્થીઓએ થોડી હિંમત રાખી પોતાના સપના સાકાર કરવા માટે પરિશ્રમ કરવો જાેઈએ તો તેઓ જરૂર પોતાના લક્ષ્યને પામી શકશે. એક વખત વિચાર તો કરો, જાે જીવરાજ મહેતાએ પરિશ્રમ ના કર્યો હોત તો ? શું તેઓ આટલી નામના મેળવી શક્યા હોત ?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution