કાયદો લાવનારો દુનિયાનો પહેલો દેશ : ડીપફેક સામે લડવા ડેનમાર્કે કોપીરાઇટનો અધિકાર આપ્યો
19, જુલાઈ 2025 3663   |  


નવી દિલ્હી, ડેનમાર્ક દ્વારા તેમના કોપીરાઈટ કાયદામાં એક નવો સુધારો કરવામાં આવી રહ્યું છે. કોઈની પણ ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરવા માટેના કાયદામાં હવે લોકોના ચહેરા, અવાજ અને તેમના હાવભાવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જાે આ બિલ પાસ થઈ ગયું તો કોઈ પણ વ્યક્તિનો અથવા તો તેના જેવા દેખાતા વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો તેમની પરવાનગી વગર શેર કરવો કાયદા વિરુદ્ધનું કામ હશે. સેલિબ્રિટીઝથી લઈને ટીચર અને સામાન્ય વ્યક્તિ દરેકનો એમાં સમાવેશ કરવામાં આવે છે. જાે કોઈ પણ વ્યક્તિનો આ રીતે ફોટો અથવા તો વીડિયો શેર કરવામાં આવ્યો હશે તો એેને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવશે અને એ માટે જે તે વ્યક્તિ વળતરની માગણી પણ કરી શકશે. ડેનમાર્કના કલ્ચર મિનિસ્ટર જેકોબ એન્જેલ-શિમિડ્ટ આ બિલ વિશે કહે છે, ‘આ બિલ દરેક વ્યક્તિને તેમના અવાજ અને તેમના ચહેરાનો પણ અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિ તેમની પરવાનગી વગર એને કોપી નહીં કરી શકે.’આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ખૂબ જ વાસ્તવિક વીડિયો, ફોટો અને અવાજ પણ બનાવી શકાય છે. આથી કોઈ પણ વ્યક્તિની નકલ કરવી હવે ખૂબ જ સરળ થઈ શકે છે. ડીપફેકનો ઘણી ખોટી રીતે ઉપયોગ કરી શકાય છે, જેવી રીતે - આ ડીપફેકની મદદથી કોઈ પણ વ્યક્તિએ લાઈફમાં કંઈ ન કર્યું હોય એ પણ કરાવી શકાય છે. પરવાનગી વગરની પોર્નોગ્રાફી ક્લિપ બનાવી શકાય, ખોટી માહિતી ફેલાવી શકાય અને સ્કેમ પણ કરી શકાય. લોકોને ઈમોશનલી છેતરવામાં આવી શકે છે. એને ઈમોશનલ હેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution