લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026 |
3861
અમેરિકી રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ ((FY27) માટે ભારતના જીડીપી (ય્ડ્ઢઁ) વૃદ્ધિ દરનો અંદાજ ૬.૭% થી ઘટાડીને ૬.૪% કર્યો છે. ફિચનું કહેવું છે કે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડશે.
ફિચ રેટિંગ્સે તેના જૂન ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટની અસર વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાશે. રેટિંગ એજન્સી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બીજા (સપ્ટેમ્બર) અને ત્રીજા (ડિસેમ્બર) ક્વાર્ટરમાં આર્થિક મંદી સૌથી વધુ જાેવા મળશે.
યુદ્ધના કારણે વધતી કિંમતો લોકોની વાસ્તવિક આવકને અસર કરી રહી છે. તેનાથી કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે કે સામાન્ય ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થશે. જાેકે, દેશની અંદર કેપિટલ એક્સપેન્ડિચરમાં મજબૂતી જળવાઈ રહી છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ છેલ્લા ૧૪ અઠવાડિયાથી બંધ છે. ફિચે અનુમાન લગાવ્યું છે કે તે જુલાઈ પહેલા ખુલશે નહીં. આ જ તેલ સંકટના કારણે ફિચે વર્ષ ૨૦૨૬ માટે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમતનો અંદાજ ૭૦ ડોલર પ્રતિ બેરલથી વધારીને ઇં૮૭ પ્રતિ બેરલ કરી દીધો છે. તાજેતરના અઠવાડિયામાં જ ઇંધણની કિંમતો ૪-૫% સુધી વધી ચૂકી છે.
ફિચે જણાવ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં જીડીપી વૃદ્ધિ ઘટીને ૬.૪% રહેશે, જે અમારા માર્ચના અંદાજ કરતાં ૦.૩% ઓછી છે. જાેકે, ઘરેલું માગ જ આ વૃદ્ધિની મુખ્ય ચાલક બની રહેશે. આ સાથે, વાસ્તવિક રીતે ઓછી આયાત થવાને કારણે નેટ એક્સટર્નલ ડિમાન્ડનો વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન રહેશે.
ભારતમાં હાલમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી ૩.૫% અને જથ્થાબંધ મોંઘવારી (WPI) એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૮.૩% રહી છે. જાેકે, રિટેલ મોંઘવારી હજુ બહુ વધી નથી, પરંતુ દબાણ સતત વધી રહ્યું છે.
ફિચનો અંદાજ છે કે બેઝ ઇફેક્ટ અને મોંઘી ઊર્જાને કારણે આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં મોંઘવારી દર વધીને ૫.૩% સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલી હીટવેવ અને સરેરાશથી ઓછા ચોમાસાના અંદાજે પણ મોંઘવારીનું જાેખમ વધારી દીધું છે.