લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, મે 2026 |
4158
ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે, બંને તરફથી જાેરદાર ઈંટ-પથ્થરો ફેંકાયા અને જાહેરમાં ધડાધડ ગોળીબાર કરાયો હતો. આ હુમલાને કારણે આસપાસના લોકો અને યાત્રાળુઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઝઘડામાં ૧૨થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગોળીઓ વાગી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે અગાઉ છ મહિના પહેલા ઝઘડો થયો હતો. તે સમયે ગામના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો,ગુરુવારે જ્યારે પરિક્રમા ચાલી રહી હતી, ત્યારે ચંદ્રપાલ પક્ષ તરફથી શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ લગાવાયો હતો. ગુડ્ડી પ્રધાનના માણસો પણ ત્યાં કેળા અને અન્ય સામગ્રી વહેંચવા પહોંચી ગયા હતા. આ વાતને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.