મિત્રો બૂમો પાડતા રહ્યા પણ બીચ કિનારે બેસીને દારૂ પીતો યુવક દરિયામાં તણાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026  |   1980


દરિયાકિનારો હોય કે પહાડો, સાવધાની અને સતર્કતા ખૂબ જ જરૂરી છે. ગોવામાં એક દરિયાઈ ખડક પર બેસીને દારૂ પીવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઊંચા પહાડો, ઊંડી નદીઓ, ગાઢ જંગલો કે ઉછળતો દરિયો. આમાંથી કોઈપણ જગ્યા જાેવા-ફરવામાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જગ્યાઓ પર જતા સમયે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. સહેજ પણ પગ લપસ્યો કે એક ખોટું પગલું પડ્યું, તો જીવ પણ જઈ શકે છે. આ જ કારણે પર્યટન વિભાગ આવી તમામ જગ્યાઓ પર ચેતવણી આપતા સાઈનબોર્ડ પણ લગાવે છે. છતાં પણ કેટલાક લોકો આ ચેતવણીને ગંભીરતાથી લેતા નથી, અને તેના લીધે પોતાનો જીવ ગુમાવે છે. આવો જ એક કિસ્સો ગોવામાંથી સામે આવ્યો છે. અહીંના પ્રખ્યાત બાગા બીચ પર એક પ્રવાસી દરિયામાં તણાઈ ગયો. તે કિનારા પાસે આવેલા એક ખડક પર બેઠો હતો. મિત્રો તેને ત્યાંથી હટી જવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ તેણે વાત ના સાંભળી અને અંતે દરિયાના મોજાં તેને વહાવી ગયા. મૃતકની ઓળખ વિજાપુર, કર્ણાટકના રહેવાસી સહસ અશપક મસાલી તરીકે થઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution