/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગૌહર અને ઝૈદે કરાવ્યું પ્રી-વેડિંગ ફોટોશૂટ,આ તારીખે પરણી જશે!

મુંબઇ 

બિગ બોસ 7ની વિનર ગૌહર ખાન અને તેનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફિયાન્સ આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફેન્સની આતુરતાનો આખરે અંત લાવતા એક્ટ્રેસે લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ ગૌહર અને ઝૈદ 25મી ડિસેમ્બર, 2020ના દિવસે લગ્ન કરશે. કપલે આ અંગેની જાહેરાત ખાસ અંદાજમાં કરી છે. 


ગૌહર અને ઝૈદે પોતાના પ્રી-વેડિંગ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કેપ્શમાં લખ્યું છે કે, '25મી ડિસેમ્બર 2020'.

આ સાથે તેમણે એક નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'વર્ષ 2020 સામાન્ય રહ્યું અને અમારી લવ સ્ટોરી અસાધારણ. અમને તે જણાવતા ખુશી થઈ રહી છે કે, અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એક નવી જર્ની પર જઈ રહ્યા છીએ. કોરોના મહામારી અને હાલની સ્થિતિને જોતા અમે આ ખાસ દિવસ માત્ર પરિવારની સાથે મનાવીશું. અમને તમારા આશીર્વાદ અને સપોર્ટ જોઈએ છીએ. અમને આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિને તેના જીવનનો સાથી મળે અને દરેક દિલને ધડકવા માટેનું કારણ મળે. ગૌહર અને ઝૈદ'.

તસવીરોની વાત કરીએ તો, ગૌહર ખાને મલ્ટિ કલરનો લહેંગો અને પીળા કલરની ચોલી પહેરી છે તેમજ ઉપર સિલ્વર કલરનું જેકેટ કેરી કર્યું છે. તો ઝૈદૈ પઠાણી અને ઉપર લાલ જેકેટ પહેર્યું છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution