મુંબઈ

 શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવારની સાથે સારો સમય પસાર કરી રહી છે. આ પહેલા તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના શાળાના પ્રોજેક્ટની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. તેની ખાસ વાત છે કે તેના પુત્રએ આ પ્રોજેક્ટ એક્ટર સોનૂ સૂદને ડેડિકેટ કર્યો છે.  

શિલ્પા શેટ્ટીએ પોસ્ટ કરી છે, વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ જે એક સાચા હીરો સોનૂ સૂદને ડેડિકેટેડ છે. બાળકોની આસપાસ કંઈ થાય છે તેના પર ખુબ ધ્યાન રાખે છે. વિઆનના હાલના સ્કૂલ પ્રોજેક્ટને જોઈને આ વાત પાક્કી થઈ ગઈ. પ્રોજેક્ટનો ટોપિક હતો, તે લોકો જે કંઈ પરિવર્તન લાવ્યા. પાછલા મહિનામાં જે થયું તે જોઈ રહ્યો હતો અને પ્રશંસા કરી રહ્યો હતો કે મારા મિત્ર સોનૂ સૂદે કઈ રીતે નિસ્વાર્થ ભાવે જરૂરીયાત લોકોની મદદ કરી રહ્યો છે.  

જે સમયે લોકો ડરીને ઘરોમાં હતા ત્યારે તેણે પોતાની ફીલિંગ્સ પહેલા બીજાના દુખને જોયું. તેણે પ્રવાસી મજૂરોની જે રીતે સેવા કરી તે વિઆનના મનમાં વસી ગયું. તેથી તેણે પોતાના એનિમેટેડ વીડિયો પર કામ કર્યું જેનો કોન્સેપ્ટ, ડબિંગ, એડિટિંગ, રાઇટિંગ બધુ તેણે કર્યું છે, પોતાના હીરોની પ્રશંસામાં. મને તમારા બધા સાથે શેર કરીને ખુશી થઈ રહી છે. આ એક પ્રાઉડ મમી મોમેન્ટ છે (યાદ રહે કે તે માત્ર 8 વર્ષનો છે) સોનૂ આ તમારા માટે.