નેપાળમાં જેન-ઝી લીડર બાલેન શાહ ૪૭મા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, માર્ચ 2026  |   1881

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (ઇજીઁ) ના યુવા નેતા અને કાઠમાંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહને નેપાળના ૪૭માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ ૭૬(૧) હેઠળ તેમની નિમણૂક કરી છે.

બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પાછળ ભારતનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ, બાલેન શાહ ભારત આવ્યા હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (કર્ણાટક) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતમાં મેળવેલી આ એન્જિનિયરિંગની ડિગ્રી અને ટેકનિકલ સમજને કારણે જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. જેણે તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.શુક્રવારે બપોરે ૧૨:૩૪ કલાકે બાલેન શાહે હિન્દુ રીતિ-રિવાજ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદકોએ શંખ ફૂંકીને માંગલિક શરૂઆત કરી હતી. જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તાજેતરની ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ બે-તૃત્યાંશ બહુમતી સાથે જીત મેળવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution