એરપોર્ટ પર મહિલા પાસેથી લાખોનું સોનુ ઝડપાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   1881

૧૬મી જુલાઇના રોજ, અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર ૩ન્૧૧૧ દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલી એક મહિલા મુસાફરને અમદાવાદ કસ્ટમ્સના ‘એર ઇન્ટેલિજન્સ યુનિટ’ એ અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જકાતની ચોરી કરવાના હેતુથી આ મહિલાએ પોતાના બુરખામાં ૨૪ કેરેટ સોનાના બે ‘ટીટી બાર’ છુપાવ્યા હતા, જેનું વજન ૨૩૩ ગ્રામ અને બજાર કિંમત ૩૪,૨૯,૨૧૬ રૂપિયા છે. ‘કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨’ હેઠળ આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનાના મૂળ સ્ત્રોત અને તે કોને પહોંચાડવાનું હતું તે અંગે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તાજેતરમાં જ સોનું લઇને બે વ્યક્તિ નીકળી ગયા હતા. આ બંનેને અસલી પોલીસે અપહરણ કરીને લૂંટી લીધાં હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કેમ કે કસ્ટમ્સના નાક નીચેથી આ બંને લોકો કેવી રીતે સોનું લઇને નીકળી ગયા તે મુદ્દે પ્રશ્નો ઊભાં થઈ રહ્યા છે છે. તેમાંય વળી લૂંટાયેલાં બંને મુસાફરોએ જાે કે સોનું ખરીદી અંગેનું બિલ પાછળથી રજૂ કરીશું તેવું પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી છે. પરંતુ તે લોકોએ કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ સોનુ લઇને આવ્યા અંગેની જાહેરાત કરી હતી કે નહીં તે તપાસનો વિષય છે. આ વિવાદ વચ્ચે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અબુધાબીથી ફલાઇટમાં આવેલાં મુસાફર પાસેથી ૩૪ લાખથી વધુ કિંમતના ૨૪ કેરેટ સોનાના બાર કે જેનું વજન ૨૩૩ ગ્રામનો જથ્થો પકડી પાડયો છે.અમદાવાદ કસ્ટમ્સ તરફથી પેસેન્જર પ્રોફાઇલિંગ બનાવવામાં આવે છે. આ પ્રોફાઇલિંગમાં મુસાફર કયારે કયારે અને કેટલી વાર ફલાઇટમાં પ્રવાસ કર્યો તેની વિગતો તૈયાર કરી છે. વારંવાર અવરજવર કરનારાની પ્રોફાઇલીંગના આધારે તપાસ કરવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution