/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કાશ્મીરના લોકો માટે ખુશખબર, દરેકને મળશે 5 લાખનો આરોગ્ય વીમો

શ્રીનગર-

જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર છે. સરકારે જમ્મુ-કાશ્મીરના તમામ રહેવાસીઓને આરોગ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયાના સાર્વત્રિક આરોગ્ય વીમા કવરની જાહેરાત કરી છે.

કેન્દ્રશાસિત પ્રદેશના તમામ રહેવાસીઓને સાર્વત્રિક આરોગ્ય વીમા કવચ પૂરા પાડવા માટે સરકારે જમ્મુ-કાશ્મીર આરોગ્ય યોજનાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'જમ્મુ-કાશ્મીર આરોગ્ય યોજના હેઠળ, કેન્દ્રશાસિત પ્રદેશના તમામ રહેવાસીઓને સાર્વત્રિક આરોગ્ય વીમા કવચ મળશે. આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના સાથે અમલમાં મૂકવામાં આવશે.

અધિકારીઓએ આરોગ્ય યોજના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમાં જમ્મુ-કાશ્મીરની સરકારી સેવાઓનાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોનો પણ સમાવેશ થશે. જેમ આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજના અંતર્ગત, કુટુંબ દીઠ વાર્ષિક 5 લાખનો આરોગ્ય વીમો લાભ આપવામાં આવે છે, તેમ જમ્મુ-કાશ્મીર આરોગ્ય યોજનામાં પણ તે જ તર્જ પર લાભ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ યોજનાનો આશરે 15 લાખ પરિવારોને લાભ મળશે, જ્યારે આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજના અંતર્ગત પહેલાથી જ 5.97 લાખ પરિવારોને આરોગ્ય વીમાનો લાભ મળી રહ્યો છે. કોરોના, કેન્સર અને કિડની જેવા રોગોની સારવાર માટેનો વીમો પણ હશે.



સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution