જયપુર-

રાજસ્થાનમાં દારૂની દુકાનોની હરાજી ચાલી રહી છે. આ ક્રમમાં હનુમાનગઢ જિલ્લાના કુઇયાં ગામ માટે દારૂની દુકાનની હરાજી ચાલી રહી હતી. દારૂની દુકાન માટે ૭૨ લાખ રૂપિયાથી હરાજી શરૂ થઇ અને સતત ચાલતી રહી. આ દારૂની દુકાન પર કબ્જાે મેળવવા માટે એક જ પરિવારની બે મહિલાઓમાં એવી હોડ લાગી કે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી હરાજી રાત્રે ૨ વાગ્યા સુધી ચાલી અને ૫૧૦ કરોડ રૂપિયા પર સમાપ્ત થઇ.

કહેવાય છે કે કુઇંયા ગામની આ દારૂની દુકાન ગયા વર્ષે અંદાજે ૬૫ લાખમાં વેચાઇ હતી. આ વર્ષે આ દારૂની દુકાનની બોલી ૭૨ લાખ રૂપિયાથી શરૂ થઇ. આ દુકાનની ખરીદીને લઇ કુઇંયા ગામના એક જ પરિવારના બે મહિલાઓ સામ-સામે આવી ગઇ. સવારે ૧૧ વાગ્યાથી હરાજી શરૂ થઇ તો રાત્રે બે વાગ્યે ૫૧૦ કરોડ રૂપિયા પર જઇને સમાપ્ત થઇ. આટલી મોટી હરાજી બાદ એકસાઇઝ અધિકારીઓના પણ સ્તબ્ધ થઇ ગયા.

એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ રાત્રે બે વાગ્યે બોલી સમાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ૫૧૦ કરોડ રૂપિયાની હરાજી લગાવનાર મહિલા કિરણ કંવરના બે દિવસની અંદર દુકાનની કુલ કિંમતના બે ટકા પૈસા જમા કરવા માટે કહ્યું છે. જાે કે એક્સાઇઝ અધિકારીઓએ હજુ પણ આ બોલી પર વિશ્વાસ થઇ રહ્યો નથી. તો બોલીના હિસાબથી અધિકારીઓએ કિરણ કંવરના પક્ષમાં એલોટમેન્ટ લેટર રજૂ કરી દીધું છે. સાથો સાથ વિભાગે એમ પણ કહ્યું કે જાે બીડના વિજેતા દુકાન લેતા નથી તો તેને આગળથી બ્લેક લિસ્ટ કરી દેવાશે.