અમદાવાદ-

ગુજરાતમાં શુક્રવારના રોજ પણ કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક કેસ નોંધાયા છે. રાજયમાં આજે 2640 કેસ નોંધાયા છે. 2066 દર્દીઓ સજા થયા છે.જ્યારે કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. આજે કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે સૌથી વધુ કેસ અમદાવાદમાં 621 કેસ નોંધાય છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. ધીરે ધીરે રાજ્યમાં કોરોના ઓલ ટાઈમ હાઈ થઈ રહયો છે. તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહયા છે. અત્યાર સુધીમાં 13559 કેસ એક્ટિવ છે અને 158 દર્દીઓ વેન્ટિલેટર પર છે.13401 વ્યક્તિઓ સ્ટેબલ હાલતમાં છે. અત્યાર સુધીમાં કુલ 57 લાખ 75 હજાર 904 લોકોને પ્રથમ ડોઝનું વેકસીન અને 7 લાખ 30 હજાર 124 વ્યક્તિઓને બીજા ડોઝનું વેકશીનેસ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 4 લાખ 40 હજાર 436 લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ માટે ખાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અગ્રીમતા આપી રહયા છે. રાજ્યના અમદાવાદમાં 3, સુરત 3, રાજકોટ 3, વડોદરા, ભરૂચ 1 - 1 દર્દીના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 621, સુરત 506,વડોદરા 322 અને રાજકોટમાં 262,ભાવનગરમાં 43 તેમજ જામનગર 33 અને સુરેન્દ્રનગરમાં 19 કેસ નોંધાયા છે.ધીરે ધીરે સરકારી અને ખાનગી હોસ્પિટલો ભરાઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કિડની હોસ્પિટલ કોવિડ તરીકે ચાલુ કરી દેવામાં આવી છે. જો કોરોનાની આજ પરિસ્થતી રહી તો આગામી સમયમાં સરકારને 3500 થઈ 4 હજાર બેડવાળી હોસ્પિટલો શરૂ કરવી પડશે. શહેર ઉપરાંત ગામડામાં પણ કોરોના અગ્રેસર રીતે સ્પ્રેડ થઈ રહ્યો છે.

અમદાવાદમા 91 ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ

કોરોના બેકાબુ બની રહ્યો છે. ધીરે ધીરે હોસ્પિટલો ભરવા લાગી છે ત્યારે જો આજ પરિસ્થતી રહી તો સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ જલ્દી જ ભરાઈ જશે. રોજના 150 જેટલા દર્દીઓ અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ રહયા છે. જે પણ દર્દીઓ આવે છે તેમને ઓક્સિજનની જરૂર વધારે પડી રહી છે.ખાનગી હોસ્પિટલમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમા અલગ અલગ 91 ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવી દેવામા આવી છે.