મુંબઇ-

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યુ કે," રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે સરકાર વચ્ચે કોઈ સંકલન નથી. આના કારણે જનતા હાલાકી ભોગવી રહી છે."   રાજ ઠાકરેએ શુક્રવારે પત્રકારોને જણાવ્યુ હતુ કે," રાજ્યમાં લોકડાઉન છે, કે અનલોક, તે જ સમજાતુ નથી. જનતા મૂંઝવણની સ્થિતિમાં છે, અને કોરોના સંકટ વધી રહ્યું છે. આ સમય દરમિયાન, ઘરેથી કામ શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ ઘણા લોકો એ નોકરી ગુમાવી છે. દરેક ઘરમાં તકલીફ છે. પરંતુ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. રાજ્યમાં ત્રણ પક્ષોની મહાવિકાસ અઘાડી સરકારમાં એકરૂપતા નથી. માત્ર રાજ્યના પ્રધાનો કેન્દ્ર સરકાર ને અને વિપક્ષ, રાજ્ય સરકારને નિશાન બનાવવામાં વ્યસ્ત છે." 

રાજ ઠાકરેએ કહ્યુ કે," મુખ્ય પ્રધાન ગુરુવારે પુણેની મુલાકાતે હતા, પરંતુ રાજ્યના લોકોને તેમની કોઈ કામગીરી જોવામાં આવી રહી નથી. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના આ સંકટ સમયે સામાન્ય લોકો સાથે મળીને કામ કરવુ જોઈએ." પરંતુ મહેસૂલ પ્રધાન બાલાસાહેબ થોરાતે કહ્યુ છે કે," રાજ્ય સરકારમાં ખુબજ સારું સંકલન છે. " જ્યાં રાજ ઠાકરે મહાવીકાસ અઘાડી સરકારમાં સુમેળ જોતા નથી, તે તેમનો પોતાનો દ્રષ્ટિકોણ છે. થોરાતે કહ્યુ કે, "સરકાર ધૈર્ય સાથે કોરોના જેવા સંકટનો સામનો કરી રહી છે, અને કોરોના દર્દીઓ અહીં મોટી સંખ્યામાં સ્વસ્થ થઈ રહ્યા છે."