રાનકુવા, તા.૨૨ 

ખેરગામ તાલુકાના જામનપાડા ગામ નો ૧૫ વર્ષીય સગીર કૃત્તીક ­કાશ પટેલ ઉ. વ. ૧૫ જેનો ગત ૧૧ જૂન ના રોજ કોરોના પોઝીટીવ નીકળતા જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. કોરોનાથી સંક્રમિત થયેલ કૃતિક પટેલને નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓર્બ્ઝવેશનમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે એના પરિવારના સભ્યોને ખેરગામ સ્થિત સીએચસીમાં કવોરન્ટેન કરવામાં આવ્યા હતાં. જ્યારે મહોલ્લાના રહીશોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. જેમાં ખેરગામ ખાતે કૃતીકના પરિવારના સભ્યોને ડોકટરોના સતત દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. કૃતિક્ના પરિવારના તમામ સભ્યો તંદુરસ્ત અને કોરોનાના છેલ્લી તપાસમાં રીપોર્ટ નેગેટિવ આવતા, ડો.દિવ્યાબેન પટેલ દ્વારા તેઓને જામનપાડા એમના નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ કૃતિકના સ્વાસ્થયમાં પણ સુધારો દેખાતા એનો પણ કોરોનાનો છેલ્લો રીપોર્ટ નેગેટિવ આવતા કૃતિકને સોમવાર અથવા મંગળવારના રોજ રજા આપી દેવામાં આવશે. હાલ જામનપાડા મોર બંગલા ફળિયા ખાતે ૧૦ ઘરના ૭૧ રહીશો ક્વોરેન્ટાઇન છે.