અયોધ્યા

ધન્નીપુરમાં 5 એકર જમીન પર થનારા મંદિર નિર્માણ માટે હવે જે પણ દાન આવશે તેના પર કોઈ પણ ટેક્સ નહીં લાગે. આ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો. કેન્દ્ર સરકારે મસ્જિદ નિર્માણ માટે જે પણ લોકો દાન આપે છે તેમને ટેક્સમાંથી છૂટ આપી છે. મસ્જિદ નિર્માણ ટ્રસ્ટના સચિવે જણાવ્યું હતું કે, તેમને ઓનલાઈન આ પ્રમાણપત્ર મળી ગયું છે.

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઈન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈને જણાવ્યું હતું કે, કોઈ પણ અભિયાન અને અપીલ વગર ઓનલાઈ પોર્ટલના માધ્યમથી અત્યાર સુધી તેમના ટ્રસ્ટને મસ્જિદ નિર્માણ માટે 20 લાખ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે. લાંબા સમયથી ટેક્સમાં છૂટ આપવાની અરજી પછી છેવટે શુક્રવારે તેમને પ્રમાણપત્ર મળી ગયું છે.ટેક્સ છૂટનું પ્રમાણપત્ર મળતા ટ્રસ્ટના સભ્યોને હવે મોટું ફંડ આવવાની આશા છે. જ્યારે ગયા અઠવાડિયે ટ્રસ્ટની ઓનલાઈન બેઠકમાં સભ્યોએ પ્રમાણપત્ર ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રસ્ટના સભ્ય અને અયોધ્યાના નિવાસી કેપ્ટન અફઝલે કહ્યું હતું કે, આ કારણે ટ્રસ્ટ માટે દાન થોભી ગયું છે. આ અમારી પરિયોજનાને શરૂ કરવામાં અડચણરૂપ સાબિત થઈ રહી છે. તેમણે કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.