દિલ્હી-

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થતાં થતાં ફરી વધી ગયો છે. બંને દેશોની સેનાઓ પહેલીવાર ૫ મેના રોજ આમને સામને આવી ગઈ હતી. ત્યારપછી 15-16ની રાતે ફરી હિંસક ઝપાઝપી થઈ હતી. ત્યારપછી વાતચીત શરૂ કરવામાં આવી હતી અને તણાવમાં થોડી શાંતિ જાેવા મળી હતી. પરંતુ હવે ફરી બંને સેનાઓ આમને-સામને આવી ગઈ છે. લદ્દાખમાં ગલવાન ઘાટીમા થયેલી ઝપાઝપી પછી ભારતે ઘણી મહત્વની ડિફેન્સ ડીલને મંજૂરી આપી છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાન્સથી ૫ રાફેલ પણ ભારત આવ્યા છે. સૌથી મહત્વનો ર્નિણય જે સરકારે તણાવની વચ્ચે કર્યો છે તે છે સેનાને હથિયાર ખરીદીમાં છૂટ આપવાનો. 15 જુલાઈએ ડિફેન્સ મિનિસ્ટ્રીની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે ડીએસીએ ત્રણ સેનાને 300 કરોડ રૂપિયા સુધીના હથિયાર ખરીદવાની છૂટ આપી છે.

એટલે કે જાે હવે સેના ઈચ્છે તો 300 કરોડ સુધીના હથિયાર અથવા સાધનો સરકારની મંજૂરી વગર પોતાના સ્તરે જ ખરીદી શકે છે. જાેકે તેના માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રણેય સેનાઓએ 6 મહિનાની અંદર જ ઓર્ડર આપવાનો રહેશે. તેની ડિલીવરી પણ 1 વર્ષની અંદર થઈ જવી જાેઈએ. સેનાની જરૂરિયાતને સમજીને ડીએસીએ 2 જુલાઈએ 38900 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તેમાં 33 લડાકુ વિમાન, મિસાઈલ સિસ્ટમ અને ડિફેન્સના સાધનોની ખરીદી કરવામાં આવશે. વાયુસેના માટે રશિયાથી 21 મિગ-29 અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડથી 12 સુખોઈ વિમાન ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. તે માટે 18,148 કરોડ ખર્ચ કરવામાં આવશે. તે સાથે જ 59 મિગ-29ને પણ અપગ્રેડ કરવામાં આવશે.

રશિયા પાસેથી 21 નવા મિગ-39 ખરીદવામાં આવશે, તે સાથે જ 29 મિગ-29ને અપગ્રેડ કરાશે. 1 હજાર કિમી સુધી ટાર્ગેટ કરી શકે તેવી મિસાઈલ બનાવાશે. ડીએસીએ લાંબા અંતર સુધી મારી શકે તેવી લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલના નિર્માણને પણ મંજૂરી આપી દીધી છે. આ ભારતની પહેલી લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે, જેની રેન્જ 1 હજાર કિમી સુધીની છે. તે સિવાય સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાની પણ નવી રેજિમેન્ટ તૈયાર કરાશે. પિનાકાની ખાસિયત એ છે કે, તેમાંથી માત્ર 44 સેકન્ડમાં જ 12 રોકેટ છોડી શકાય છે. આ જ રીતે અસ્ત્ર મિસાઈલમા નિર્માણ પણ ઝડપ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેનાથી એરફોર્સ અને નેવીની તાકાત વઝશે. અસ્ત્ર મિસાઈલની રેન્જ 160 કિમી સુધીની છે.