સુરત,તા.૩૦ 

 સુરત શહેર જિલ્લામાં કોરોનાને કાળો કહેર યથાવત રહ્ના છે. મંગળવારે ૧૧ મોત થયા હતા અને વધુ ૨૦૫ કેસ નોંધાયા હતા. આમ કુલ કેસનો આંક ૫૨૬૦ થયો હતો. દિનપ્રતિદિન સંક્મીતોની સંખ્યામાં રોકેટની ગતિએ વધારો થઈ રહ્ના છે.જાણે કોરોનાને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ રોજના નવા નવા વિક્રમ સ્થાપીત કરી રહ્ના છે. કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં ૧૮૦ જેટલા હોમાય ગયા છે. રોજના સંક્મીતોની સંખ્યામાં ઉછાળો આવી રહ્ના છે. જેમાં મંગળવારે સંક્રમીતોની સંખ્યામાં નવો રેકોર્ડબ્રેક નોધાયા છે. આજે સુરત શહેર જિલ્લામાં ૧૧૭ કેસો સામે આવ્યા છે. નવસારીમાં વધુ બે કેસ સાથે શહીદ ચોક વિસ્તારના આધેડનું મોત થયું હતું.સુરતમાં કોરોનાનો પગપ્રસેરો થયા બાદ અત્યાર સુધીમાં સોથી વધારે કેસ નોંધાયા છે. સુરતમાં આજના પોઝિટિવ કેસ મળી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો ૫૧૭૨ને આંબી ગયો છે. જેમાં સુરત શહેરમાં ૪૫૧૯ અને ગ્રામ્યમાં ૫૫૨ કેસ નોંધાયા છે. સુરતમાં કોરો ખુબજ ધાતક બની રહ્ના છે. સોમવારે તો કોરોના મુખમાં એક સાથે ૧૧ દર્દીઓના મોત થતા તંત્ર પણ ચોકી ઉછ્યું છે.