દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર હવે સ્પષ્ટપણે હળવી થતી જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રિકવરી રેટ હવે 85.6 ટકા પર પહોંચી ગયો છે, જે 3 મેના રોજ 81.7 ટકા હતો. તે છેલ્લા 24 કલાક દરમિયાન 4,22,436 રિકવરી થઈ છે, જે આજ સુધીનો સૌથી મોટી આંકડો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે આ સ્પષ્ટ રીતે પોઝિટિવ ટ્રેન્ડ છે.

મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, કેરળમાં 99,651 રિકવરી નોટ કરાઇ છે. તેમણે કહ્યું કે અમે રિકવરીમાં ક્લિયર પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 રાજ્યો એવા છે જ્યાં દરરોજ 10,000 થી વધુ કેસ આવી રહ્યા છે. 26 રાજ્યો એવા છે, જ્યાં રિકવરી દરરોજ નોંધાયેલા કેસો કરતા રિપોર્ટ થનારા કેસથી વધુ છે.મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, કેરળમાં 99,651 રિકવરી નોટ કરાઇ છે. તેમણે કહ્યું કે અમે રિકવરીમાં ક્લિયર પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 રાજ્યો એવા છે જ્યાં દરરોજ 10,000 થી વધુ કેસ આવી રહ્યા છે. 26 રાજ્યો એવા છે, જ્યાં રિકવરી દરરોજ નોંધાયેલા કેસો કરતા રિપોર્ટ થનારા કેસથી વધુ છે.  છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ નવા કેસની તુલનામાં વધુ રિકવરીનાં કેસો બહાર આવી રહ્યા છે. આજે સતત બીજા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. ટેસ્ટનો પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાવો એ સરકારો માટે હજી પણ મોટો પડકાર છે.