દિલ્હી-

ભારતમાં જીવેલણ કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર તમામ પ્રકારના પ્રતિબંધો હટાવવાની તૈયારી કરી રહી હોય એવું લાગી રહ્ય્š છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોઇ પણ પ્રકારના આંતરરાજ્ય પરિવહન અને લોકોની અવર-જવરને રોકવામાં આવેશી નહીં તેવી નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે તેમાં જણાવ્યુ છે કે, વ્યક્તિઓ અને માલ-સામાનની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવર-જવર પર કોઇ પ્રતિબંધ હોવો જાેઇએ નહીં. આવા કોઇ પણ પ્રકારના પ્રતિબંધો એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન ગણાશે.

કેન્દ્રે તમામ રાજ્યોને એની ખાતરી કરવા જણાવ્યુ છે કે, હાલમાં અનલોક ખોલવાની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિઓ અને માલસામાનની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે રાજ્યોની અંદર કોઇ પણ સ્થળે અવર-જવર પર પ્રતિબંધ હોવો જાેઇએ નહીં. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની માટે એક વાર્તાલાપમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા એ કહ્ય્š કે, વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

અનલોક-૩ના દિશાનિર્દેશો તરફ ધ્યાન દોરતા કેન્દ્રીય ગૃહ સચિવે કહ્ય્š કે, આવા પ્રકારના પ્રતિબંધો માલસામાન અને સેવાઓની એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા ઉભી કરી રહ્યા છે અને સપ્લાય ચેઇન પર માઠી અસર કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપ આર્થિક ગતિવિધિઓ અને રોજગારમાં વિક્ષેફ પડ્યો છે.