દિલ્હી-

બીએચયૂ આઈએમએસની ટીમે ગંગા કિનારે રહેનારા પર કોરોનાની અસરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે જે રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળના નિયમિત ઉપયોગ કરનારા પર કોરોનાની અસર 10 ટકા જ છે. રિસર્ચ પેપરને અમેરિકાની ઈન્ટરનેશનલ જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના અંકમાં પ્રકાશિત કર્યો છે.

બીએચયૂએ ન્યૂરોલોજી વિભાગના વિભાગાધ્યક્ષ ડૉ. રામેશ્વર ચૌરસિયા, ન્યૂરોલોજિસ્ટ પ્રો. વીએન મિશ્રાની આગેવાનીમાં ટીમે પ્રાથમિક સર્વેમાં જાેયુ હતું કે નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળનું કોઈને કોઈ રીતે સેવન કરનારા 90 ટકા લોકો પર કોરોનાના સંક્રમણની અસર નથી. ટીમે પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે સ્નાન કરનારા 90 ટકા લોકો કોરોનાના સંક્રમણથી બચેલા છે. એ જ રીતે ગંગા કિનારે 42 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બાકીના શહેરોની સરખામણીએ 50 ટકાથી ઓછુ છે અને સંક્રમણ બાદ તે જલ્દીથી સાજા થઈ જાય છે. 

ગંગાજળ પર રિસર્ચ કરનારી ટીમે ગૌમુખથી લઈને ગંગા સાગર સુધીના 100 સ્થળો પર સેમ્પલ લીધા હતા. કોરોનાની ફેઝ થેરાપી માટે ગંગાજળના નેજલ સ્પ્રે પણ તૈયાર કર્યા છે. જેની ડિટેલ રિપોર્ટ આઈએમએસની એથિકલ કમિટીને આપવામાં આવી છે. 250 લોકો પણ ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે.