દિલ્હી-

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવારની ગાઇડલાઇન્સમાં બદલાવ કર્યા છે. આના પ્રમાણે જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી અથવા હળવા લક્ષણો છે તેમણે કોઈ પણ પ્રકારની દવા લેવાની જરૂર નથી. જાે કે બીજી બીમારીઓની જે દવાઓ ચાલી રહી તેને ચાલું રાખવી જાેઇએ. આવા દર્દીઓએ ટેલી કંસલ્ટેશન (વિડીયો દ્વારા સારવાર) લેવી જાેઇએ. સારું ડાયટ લેવું જાેઇએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જાેઇએ.

ડાયરરેક્ટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીઝએ નવી ગાઈડલાઈન હેઠળ એસિમ્પ્ટોમેટિક દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી તમામ દવાઓને યાદીમાંથી હટાવી દીધી છે. આમાં તાવ અને શરદી-ખાંસીની દવાઓ પણ સામેલ છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે આવા સંક્રમિતોને બીજા ટેસ્ટ કરાવવાની જરૂરીયાત પણ નથી. આ પહેલા ૨૭ મેના ગાઈડલાઈડ જાહેર કરવામાં આવી હતી, જેમાં હળવા લક્ષણોવાળા દર્દીઓ પર હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડૉક્સીસાઇક્લિન, ઝિંક અને મલ્ટીવિટામિનના ઉપયોગની મનાઈ કરવામાં આવી હતી.
હવે આમને ફક્ત એન્ટિપાઇરેટિક અને શરદી-ખાંસીના લક્ષણો માટે એન્ટિટ્યુસિવ જ આપવામાં આવશે. આ ઉપરાંત એસિમ્પ્ટોમેટિક દર્દીઓને સીટી સ્કેન જેવા બિનજરૂરી ટેસ્ટ લખવાની પણ મનાઈ કરી હતી. સાથે જ જાે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેને ફોન પર કન્સલ્ટેશન લેવા અને પોષ્ટિક ભોજન લેવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કોરોના દર્દીઓ અને તેમના પરિવારને એકબીજા સાથે ફોન અથવા વિડીયો કૉલ દ્વારા સકારાત્મક વાતો કરવા અને એકબીજાથી જાેડાયેલા રહેવાની સલાહ આપાવામાં આવી છે.