અમદાવાદ-

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે નાદુરસ્ત તબિયતના કારણે બિહારના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ અગાઉ તેમણે બિહાર પ્રભારી પદેથી મુક્ત કરવાની કોંગ્રેસ હાઇ કમાન્ડને રજૂઆત કરી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે. આ માહિતી શક્તિસિંહે ટ્વિટ કરીને આપી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે, અંગત કારણોથી મારી કોંગ્રેસના હાઈકમાન્ડને અપીલ છે કે મને સામાન્ય જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસના પીઢ નેતા શક્તિ સિંહ ગોહિલનું બિહારના પ્રભારી તરીકેનું રાજીનામું હાઇકમાન્ડે સ્વીકારી લીધું છે. જો કે, દિલ્હી ઇન્ચાર્જ તરીકે તેઓ યથાવત છે. હાલ બિહારના પ્રભારી તરીકે કોંગ્રેસે ભક્તચરણ દાસની વરણી કરી છે.