દિલ્હી-

ગત્ત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આજે બુધવારના દિવસને ખાસ મુર્હત સાથે રામ મંદિરનુ ભુમિ પુજન કાર્યક્રમ થઇ રહ્યુ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પાવન અવસરનો હિસ્સો રહ્યા છે.

એક તરફ નેતા અને સાંસદ ભૂમિ પુજનમાં સાથ આપી રહ્યા છે. તો બીજી બાજુ વિરોધનો સુર પણ ઉઠી રહ્યો છે. આ વિરોધનો અવાજ લોકસભા સાંસદ અસસુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે બાબરી મસ્જીદ હતી અને રહેશે. ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યુ કે બાબરી મસ્જીદ હતી, અને રહેશે ઇંશાઅલ્લાહ. ટ્ટિટમાં #BabriZindaHai તેમનો પણ ઉપયોગ કર્યો હતો. બાબરી મસ્જીદ હંમેશા એક મસ્જીદ રહેશે. હાગિયા સોફિયા અમારા માટે મોટુ ઉદાહરણ છે. અન્યાયથી જમીન ઉપર અધિકાર જતાવવાથી કોઇ નિર્ણય બદલીના શકાય. દિલ તોડવાની જરૂર નથી અને પરિસ્થતિ હંમેશા સરખી નથી રહેતી.