મચ્છરો દ્વારા થતી બિમારી અને તેનાથી ફેલાતા રોગો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨૦ ઓગસ્ટના દિવસને વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1930 ના દાયકાથી, લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન બ્રિટિશ ડોક્ટર સર રોનાલ્ડના યોગદાનની યાદમાં આ વાર્ષિક સમારંભનું આયોજન કરી રહ્યું છે. આ દિવસની વાત કરીએ તો સર રોનાલ્ડ રોસે માદા મચ્છર અને મેલેરિયા વચ્ચેની કડી શોઘી હતી. તેમને શોધ્યું કે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા જેવા રોગ મનુષ્યમાં ફેલાવવા માટે જવાબદાર છે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થતા દર્દીમાં સ્નાયુઓમાં દુખાવો, થાક, માથાનો દુખાવો, વધતો તાવ, નબળાઇ, સાંધાનો દુખાવો, ફોલ્લીઓ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ એક ગંભીર બિમારીઓ છે અને તેના કારણે મનુષ્યનુ મૃત્યુ પણ થઈ શકે છે.

વિશ્વ મચ્છર દિવસ 2021: નિવારણ

તાજેતરના આંકડા મુજબ, મેલેરિયાથી દર વર્ષે ૪,૩૫,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે.આ ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આ રોગોથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારી જાતને મચ્છરના કરડવાથી બચાવો. મચ્છરોથી થતા રોગને અટકાવવા માટે પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ, કન્ટેનર તેને નિયમિત રીતે સાફ કરવા, મચ્છરોનો ઉપદ્રવ સ્થિર પાણીમાં થતો હોય છે, જેના પગલે વરસાદી પાણીથી ભરાતા રસ્તા પરના ખાડા,ગટરો નિયમિત રીતે સાફ કરાવવી જોઈએ. ગમે ત્યા કચરો ફેકીને ગંદકી કરવી નહિ, આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી જેથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો થશે અને ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે.

વિશ્વ મચ્છર દિવસ 2021 માટેની થીમ:

આ વર્ષે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે, વિશ્વ મચ્છર દિવસ 2021 ની થીમ "મેલેરિયાને શૂન્ય લક્ષ્ય સુધી પહોંચાડવું" છે. છેલ્લા કેટલાક વર્ષોથી મચ્છરજન્ય રોગચાળાએ રાજયમાં ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જે અંગે લોકજાગૃતિની સાથેસાથે તંત્ર પણ જાગૃત બને તે અનિવાર્ય છે. લોકોએ પોતાની આસપાસ ગંદકી ન થાય અને મચ્છરનો ઉપદ્રવ ન વધે તે મામલે સાવચેત રહેવું જોઇએ. જોકે સરકાર દ્વારા અવાર નવાર અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલના સમયમાં અનેક બિમારીઓ વચ્ચે માનવી ઘેરાતો રહે છે. હાલના સમયમાં કોરોના વયારસ અને તેની સાથે આવેલી અનેક ગંભિર બિમારીઓએ લોકોના સ્વાસ્થય અને જીવનને બદલી નાખ્યું છે. ત્યારે પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધારે ંમચ્છરો દ્વારા ઉદ્દભવતા હોય છે. અને સમય જતા તેના ગંભિર પરિણામોને કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે.