શ્રીનગર,

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ૨દ્મક ૩ આતંકીઓ છૂપાયેલા છે. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. આ અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન દ્યાયલ થયા હતાં. જેમાંથી સેનાનો જવાન શહીદ થયો છે. જયારે એક આતંકી પણ ઠાર થયો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને એક આર્મી જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, હાલ પોલીસ અને સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ ગુસૂમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વહેલી સવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અને સેનાના જવાનોએ આ વિસ્તારને ઘેરી લેતાંની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકીઓની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયાની પુષ્ટિ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી છે. જેથી હાલ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.મહત્વનું છે કે, આ પહેલા 5 જુલાઈએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પર પુલમામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આઈઆરઈડી બ્લાસ્ટ દ્વારા સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ પછી આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. જો કે, કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ બે આંતકવાદીઓ ઠાર મરાયા હતાં.