અમદાવાદ-

રાહુલ ગાંધીના ચાના બગીચા બાબતના એક નિવેદનને પગલે ફરીથી વિવાદ ઊભો થયો છે. પોતાની આસામની મુલાકાત દરમિયાન, તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની વાત કરતી વખતે જે રીતે ગુજરાતની આડકતરી ટીકા કરી, તેને પગલે આ વિવાદ ઊભો થયો હતો. 

શનિવારે પોતાની આસામની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ત્યાંના ચાના મજૂરોની ખરાબ હાલત બાબતે બોલતા કહ્યું હતું કે, અહીં ચાના બગીચામાં કામ કરતા મજૂરને દિવની ખાલી 167 રૂપિયા જ મજૂરી મળે છે, જ્યારે ગુજરાતના વેપારીઓને આખો ચાનો બગીચો જ મળી જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીના આ નિવેદનને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવતા કહ્યું છે કે, રાહુલ ગાંધી ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરે છે. ગુજરાત તેમની આવી ટીપ્પણી સાંખી નહીં લે અને ગુજરાતીઓ કોંગ્રેસને ચૂંટણીમાં પાઠ ભણાવશે.