દિલ્હી-

મળતી માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશનાં શિમલામાં ભૂસ્ખલન થયું છે ત્યાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યો છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 બ્લોક થઈ ગયો છે, અત્યાર સુધી કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાનની જાણ થઈ નથી. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની ઘટના શિમલાનાં જેઓરી વિસ્તારમાં બની હતી. પહાડો પરથી મોટા પ્રમાણમાં કાટમાળ નીચે આવવાને કારણે નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે અને આ કારણોસર અહી ટ્રાફિક જામ થઇ ગયો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. રામપુર એસડીએમ અને પોલીસ ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. અગાઉ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં ઘણા જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત પણ થયા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદની ઋતુમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી જાય છે. ભૂસ્ખલન બાદ શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા શિમલાનાં વિકાસ નગર વિસ્તારમાં પણ આવી જ રીતે એક ભૂસ્ખલન થયું હતું. જ્યારે લાહૌલ સ્પીતી જિલ્લાનાં નાલદા ગામમાં પણ ચેનાબ નદી પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી.