દિલ્હી-

યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર ચલાવ્યાં હતાં. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ કુપવાડાના તંગધાર સેક્ટરમાં સરહદ ગામોમાં મસ્જિદો અને ઘરોને ખાસ લક્ષ્યાંકિત કરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ.

રાજૌરીના નૌશેરા સેક્ટરમાં, પાકિસ્તાની સૈનિકોએ સરહદ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર ચલાવ્યાં હતા.જમ્મુના સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આજે બપોરે લગભગ 3.15 વાગ્યે, પાકિસ્તાન સૈન્યે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાસે નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો. અને મોર્ટર. છેલ્લા 18 વર્ષમાં સૌથી વધુ. આ ગોળીબારમાં અને તોપમારામાં 36 લોકો માર્યા ગયા હતા અને 130 થી વધુ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા 36 લોકોમાં 24 સુરક્ષા જવાનો હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, "પાકિસ્તાની સૈનિકોએ લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા અને શાંતિને અસ્થિર કરવા માટે વારંવાર સરહદ ચોકીઓ અને નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) ની બાજુના ગામોને નિશાન બનાવ્યા."