ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2021  |   1584

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution