19, જુલાઈ 2025
3762 |
મુંબઈ, મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ હિન્દીનો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જાેકે, હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરમાં એક સભામાં દાવો કર્યો છે કે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં આચાર્ય અત્રેના એક પુસ્તકના સંદર્ભને ટાંકીને રાજ ઠાકરેએ કહ્યું છે કે મને એ જાણીને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જાેઈએ તેવી સૌથી પ્રથમ માગણી વલ્લભભાઈ પટેલે કરી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું જાેઈએ નહીં. રાજ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતનાં પાટીદાર નેતાઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આટલું જ નહીં તેમણે સરદાર પટેલની સાથે સાથે મોરારજી દેસાઇ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં આંદોલન થયા ત્યારે મોરારજી દેસાઇએ મરાઠી લોકો પર ગોળીબાર કરાવી તેમની હત્યા કરાવી.
રાજ ઠાકરેનું નિવેદન ...જાે તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે
મનસે પ્રમુખે પોતાના અંદાજમાં કહ્યું કે, તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર રૌફ જમાવશે? જાે કોઈ તમારા પર આ રીતે રૌફ બતાવે તો તેના કાનની નીચે બજાવો. તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે. ધીરે-ધીરે કરીને મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, હિન્દી ભાષા આડીઅવળી તૈયાર કરાઈ, ૨૦૦ વર્ષ જૂની ભાષા છે. હિન્દીએ ૨૫૦થી વધુ ભાષાઓને મારી નાખી. હનુમાન ચાલીસા અવધિ ભાષામાં લખાયેલી છે, હિન્દીમાં નથી.
મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા, અમે ગુંડા જ છીએ : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા, અમે ગુંડા જ છીએ : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ અગાઉ કહ્યું હતું, કે ‘અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જાે પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે ‘જય ગુજરાત’. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોક ઉદ્ધવે કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાખીશું
ઉદ્ધવે કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાખીશું
બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે. લી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.’
રાજ-ઉદ્ધવ, બંને ભાઈઓએ અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી
રાજ-ઉદ્ધવ, બંને ભાઈઓએ અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી
થોડા દિવસ અગાઉ મુંબઈના વરલીમાં થયેલી સભામાં પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે ‘તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે ૧૨૫ વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજાે, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને?